ગુજરાતી (15340 | sorted randomly)


કોણ કહે છે
જનમોજનમ નો
સાથ એટલે પ્રેમ..
હું કહું છું
એક પલ નો સાથ
ને જનમો જનમ નો
અહેસાસ એટલે પ્રેમ...
🖌🌹❣

 
198
 
1065 days
 
KalpeshSachde

અમે પણ બાળપણમાં શ્રીકૃષ્ણના જેવા ખૂબસૂરત બાળક હતા.

પણ આ જીંદગીની ભાગ-દોડમાં ભેરો બાબા બનાવી દીધું

 
111
 
791 days
 
लक्ष्य_मोदी_दोबारा

ગુલાબની જેમ ખીલ્યા એ પ્રોફાઈલ ચિત્રમાં,
લાઇક કરવા ગયો તો વાગ્યો કાંટો અંગુઠામાં...

 
212
 
1258 days
 
DJKEMX

શિક્ષક:જો આપણી સ્કુલની સામે કોઈ બોમ્બ મુકી જાય તો તમે શું કરશો?

ટીનો : બે કલાક રાહ જોઈ, જો કોઈ લેવા ના આવે તો સ્ટાફ રૂમમાં જમા કરાવી દેવાનો...
નિયમ ઈ નિયમ...
😜💥💥💥😜

 
239
 
1268 days
 
Mr_smile

હું પાનખરનો પ્રપંચ છું...
હું વોટસેપની વસંત છું...
ના ખીલું છું,ના પાંગરું છું
ફકત ટેરવાંમાં જીવંત છું...😊

 
62
 
415 days
 
UMANG 4432

સાથની જરુર બધા ને પડવાની સાહેબ,
એકલા તો ભગવાન થી પણ નથી રેવાયુ.😘✌️😍

 
268
 
668 days
 
Parth MEhta

*દોસ્તી ને ઉજવવાનો કોઈ દિવસ ના હોય સાહેબ,*

*જે દિવસે દોસ્ત મળે એ જ દિવસ તહેવાર બની જાય* .

 
110
 
627 days
 
लक्ष्य_मोदी_दोबारा

કોઈ કહે છે, સાત દિવસ ને
સાત રાતનું પેકેજ એટલે પ્રેમ??

હું કહું છું,
ચાંદની રાત,એક ઝૂલો અને
હાથમાં તેનો હાથ એટલે પ્રેમ !

કોઈ કહે છે
પેરિસની સાંજની ઝાકઝમાળ એટલે પ્રેમ.?

હું કહું છું
એને અચાનક ભેટ આપું ને
એના નયનોમાં જે ચમક આવે તે પ્રેમ!

કોઈ કહે છે
કાશ્મિરના બાગમાં સાથે ફરવું એટલે પ્રેમ?

હું કહું છું,
ચૂપચાપ એકાદ ગજરો એના
વાળમાં ટાંકી દેવો એટલે પ્રેમ!

કોઈ કહે છે,
ફૅન્સી અને સ્ટાઈલિશ વસ્ત્રો પહેરી
પતિ સાથે ફરવું એટલે પ્રેમ....

હું કહું છું,
તહેવારના દિવસે સજીધજીને તૈયાર થયેલી
પ્રિયાને આંખ ભરીને જોવી એટલે પ્રેમ!

કોણ કહે છે,
એને ગુલાબનો ગૂચ્છ આપવો એટલે પ્રેમ.?

હું કહું છું,
બધાંના દેખતાં એકાદ ક્ષણ ચોરીને તેને
"સુંદર દેખાય છે તું" એમ કહેવું
અને તે સાંભળીને એના ચહેરાનું
ગુલાબી થવું એટલે પ્રેમ!

કોણ કહે છે,
એના સૌંદર્ય પર કવિતા કરવી એટલે પ્રેમ.?

હું કહું છું,
તે પિયર હોય ત્યારે પ્રત્યેક કવિતામાં
એને જોવી એટલે પ્રેમ!

કોણ કહે છે,
લાજશરમનો પડદો ભેદી
એકમેકને જોઈ-જાણી લેવા તે પ્રેમ!

હું કહું છું,
લગ્નના પચીસ વરસ પછી પણ
ઉખાણામાં એનું નામ લેતાં ય શરમાવું
એટલે પ્રેમ!

કોણ કહે છે,
લગ્નના ૧૦ દિવસ સુધી હોય તે પ્રેમ.?

હું કહું છું,
મનમાં પ્રેમ વહેતો રાખીએ તો
આજીવન ટકી રહે તે પ્રેમ!!!

 
213
 
1059 days
 
Anonymous

સંસ્કૃતના ક્લાસમાં પપ્પૂની શ્લોકની પરીક્ષા હતી..😟

સંસ્કૃતના ક્લાસના ગુરુજીએ પૂછ્યું- પપ્પૂ આ શ્લોકનો અર્થ સમજાવ...👇

~'કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન'.

પપ્પૂ = રાધિકા કદાચ રસ્તામાં ફળ વેચવાનું કામ કરી રહી છે!!!!😳😳😳

ગુરુજી = મૂર્ખા.... તેનો અર્થ આ નથી, ચલ છોડ આનો અર્થ કે...

~'બહુનિ મે વ્યતીતાની, જન્માનિ તવ ચાર્જુન'

પપ્પૂ = વહૂને ધણા બાળકો છે અને બધા 4 જૂને જન્મ પામ્યા છે....😓😓😓😓

ગુરુજી = ગધેડા! સંસ્કૃત ભણાવું છું ત્યારે તારું ધ્યાન ક્યાં હોય છે??? હવે આનો મતલબ કહે...

~'દક્ષિણે લક્ષ્મણોયસ્ય વામે તૂ જનકાત્મજા'

પપ્પૂ = દક્ષિણમાં ઉભેલા લક્ષ્મણે જનકને કહ્યું તું તો ખુબ મઝામાં છે!!!..😫😫😫

ગુરુજી = સાચું કહે તને એક પણ શ્લોકનો અર્થ નથી ખબર ને?????

પપ્પૂ= ખબર છે ને!!!

ગુરુજી = છેલ્લી વાર પૂછું છું. હવે આ અર્થનો સાચો જવાબ આપજે...

~'હે પાર્થ ત્વયા ચાપી મમ ચાપી.......! ' બોલ આનો અર્થ બોલ.

પપ્પૂ = મહાભારતના યુદ્ધમાં શ્રીકૃષ્ણ અર્જૂનને કહી રહ્યા છે........

ગુરુજી ઉત્સાહિત થઇ એકદમ બરાબર બોલ્યો બહુ સરસ, બહુ સરસ આગળ બોલ.

પપ્પૂ = ભગવાન બોલ્યા....અર્જૂન તું પણ ચા પી લે. મેં પણ ચા પી લીધી છે, પછી યુદ્ધ કરશું!!!!😂😂😂

ગુરુજી બેહાશ.............😌

 
332
 
1116 days
 
लक्ष्य_मोदी_दोबारा

અમે 2G વાળા ખુશ જ છીએ ને ખુશ જ રેહવાના,

કેમકે ઝડપની મજા મોત ની સજા (4G)

 
120
 
965 days
 
लक्ष्य_मोदी_दोबारा
LOADING MORE...
BACK TO TOP