Message # 452181

👁‍🗨ઠગ્સ ઑફ હિંદુસ્તાન.

🔹એક એવી ફિલ્મ જેની રીલિઝ થવાની રાહ જોઈ રહ્યું છે આખું હિંદુસ્તાન.આવું એટલા માટે કારણ કે હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઈતિહાસમાં આ ફિલ્મમાં પ્રથમ વખત એક સાથે કામ કરી રહ્યા છે બે મહાન કલાકારો.અમિતાભ બચ્ચન અને આમિર ખાન.અત્યાર સુધીની હિસ્ટ્રીની સૌથી મોંઘી ફિલ્મો પૈકીની એક ફિલ્મ બની છે ઠગ્સ ઓફ હિંદુસ્તાન. નામ પરથી એટલું તો તમે પણ જાણી ગયા હશો કે આ ફિલ્મમાં હિંદુસ્તાનના ઠગની વાત હશે પણ ગુજરાત માટે ગૌરવ લેવા જેવી એક એવી બાબત છે જેનાથી ગુજરાતના જ લોકો બેખબર છે.તમને જાણીને નવાઈ લાગશે કે ઠગ્સ ઓફ હિંદુસ્તાન ફિલ્મ એક જાણીતી ગુજરાતી નવલકથા પરથી બની છે. આ ગુજરાતી નવલકથાનું નામ છે "અમીર અલી ઠગના પીળા રૂમાલની ગાંઠ". 1968માં લખાયેલી આ નવલકથા ત્રણ ભાગ અને 102 પ્રકરણમાં છે.આ પુસ્તકના લેખક છે ગુજરાતના જાણીતા પત્રકાર-લેખક હસકિસન મહેતા. સૌથી સફળ ગુજરાતી નવલકથાઓ પૈકીની એક નવલકથા છે "અમીર અલી ઠગના પીળા રૂમાલની ગાંઠ. આ નવલકથા છે અમીર અલી નામના એક એવા ઠગની વાસ્તવિક જિંદગીની કે જે એક લૂંટારો હતો.1780થી 1805ના સમયગાળામાં મધ્ય ભારતમાં ઠગનો ખૂબ ત્રાસ હતો..ઠગ એટલે એક જાતના લૂંટારા. જંગલમાંથી પસાર થનારા વેપારીઓને લૂંટવાનું આ લોકોનું મુખ્ય કામ હતું.તે સમયે ભારતની જનતા આવા ઠગથી ખૂબ હેરાન થતી હતી. અમીર અલી પોતાની લૂંટ ચલાવવાની રીતના કારણે કુખ્યાત હતો. પહેલા તો તે જંગલમાંથી પસાર થનારા વેપારીઓમાં સામેલ થઈ જતો અને પછી તક જોઈને બધાની હત્યા કરી લૂંટ ચલાવતો.અમીર અલીની હત્યા કરવાની શૈલી પણ ખૂબ ચર્ચાસ્પદ હતી..તેની પાસે એક પીળા કલરનો રૂમાલ હતો. આ રૂમાલથી અમીર અલી પોતાના શિકારનું ગળું દબાવી દેતો. એટલે જ હરકિસન મહેતાએ પોતાની નવલકથાનું નામ રાખ્યું હતું "અમીર અલી ઠગના પીળા રૂમાલની ગાંઠ"ઠગ્સ ઓફ હિંદુસ્તાનમાં આમિર ખાન આ અમીર અલીનો જ રોલ નિભાવી રહ્યો છે. તો અમિતાભ તેમાં બન્યાં છે અમીર અલીના પિતા ઈસ્માઈલ મિયાં. તો કેટરીના કૈફ અને ફાતિમા સના શેખે આમિર ખાનની પત્ની અને પ્રેમિકાની ભૂમિકા ભજવી છે જેના નવલકથામાં નામ છે શીરિન અને રોશન.આમ તો આ નવલકથા હરકિસન મહેતાએ લખી છે પણ તેમણે એ વાતનો એકરાર પણ કર્યો છે કે આ પુસ્તક લખવાની પ્રેરણા તેમને 1839માં પ્રકાશિત થયેલી કર્નલ મેડોઝ ટેલરની "કન્ફેશન્સ ઓફ ઠગ" નામના અંગ્રેજી પુસ્તકમાંથી મળી હતી. ઠગ્સ ઓફ હિંદુસ્તાનના લેખકે પણ આ જ પુસ્તક પરથી પ્રેરણા લઈ ફિલ્મ બનાવી છે.ભલે હરકિસન મહેતાનું આ મૌલિક સર્જન ન હોય પણ તેમણે જે રીતે અમીર અલીના પરાક્રમો અને ઠગોની દુનિયાનું વર્ણન કર્યુ છે તે ખરેખર કાબિલેદાદ છે. ઠગ્સ ઓફ હિંદુસ્તાન કેવી ફિલ્મ હશે અને તેની સ્ટોરી શું હશે તે જાણવું હોય તો ફિલ્મ જોયા પહેલા તમે આ પુસ્તક વાંચવાનું ભૂલતા નહીં..

BACK TO TOP