Message # 425161

તકલીફ GST ના ટકા વારીની નથી..

તકલીફ તો સરકારે કોઈ છટક બારી નથી રાખી એની છે.

GST આવે છે ...
ઘણા વર્ષો ની મહેનત અને દુનીયા ના ઘણા દેશો ના અભ્યાશ બાદ વર્ષો થી આ દેશની સરકારો આ કાયદો લાગુ કરવાની રાહ જોતી હતી .

થોડા ઘણા સુધારા બાદ, ઉધ્યોગ જગત આ કાયદા ને ખુબ આવકારે છે ..

હા , બધા ટેક્સ ચોરી કરતા હતા તેમણે કાયદાને માન આપી , હવે ટેક્સ ચોરી નહી કરી ને એક રીતે દેશને કામ આવીશુ તેમ કરી , આબરુવાળો ધંધો કરવા મન મનાવી લીધુ છે .
આ કાયદા થી સરકારને ટેક્સ ની આવક અનેક ગણી થતા વિકાસ કાર્યો માટે નાણા ખાધ નો પ્રશ્ન જ નહી રહે ..
એકંદરે સૈન્ય તેમજ આંતર માળખાકીય સુખાકારી , શિક્ષણ , રોડ , બંદરો , હોસ્પિટલો માટે વિપુલ નાણા ખર્ચી સકાશે
જેનો સીધો અને આડકતરી રીતે નાગરીકો ને લાભ થશે .
હુ જોઇ રહ્યો છુ કે ,

આજકાલ એવા લોકો જ GST બાબતે સોસ્યલ મિડીયા માં મેસેજો વહેતા કરી રહ્યા છે કે તેની સાત પેઢી માં'ય કોઇયે ટીન નંબર નથી લીધા ....!!!

જે લોકો જીએસ ટી વિશેના મેસેજ ફેલાવે છે તેમાંના કોઇ પાસે જ પાનકાર્ડ છે ને સેલ્સ ટેક્સ નુ રિટર્ન તો છોડો ...
ઇનકમ ટ્ક્સ નુ નીલ રિટર્ન પણ કોઇ દી ભર્યુ કે જોયુ નથી .

હા , જીએસ ટી એ તમને લઘરવઘર વેપારી માંથી શિસ્તબધ્ધ વેપારી બનવા મજબુર તો કરશે જ ..!

પણ વ્હાઇટ નો ધંધો કર્યા બાદ , બીજા વહેવાર પણ વ્હાઇટ મુડી માં થતા , ધંધાકીય આબરુ વધશે .. બેંકો માં આબરુ વઘશે ..
આપણે જે દિશા માં રોજ સુતા હોય ને બહાર જઇ અવળી દિશા મા સુવુ પડે તો પણ ના ગમતુ હોય તો આ કાયદા થી થોડી અગવડ પણ પડશે .

છતા ખરા અર્થના વ્યાપારી ને ઉઘ્યોગપતી થવાની યોગ્યતા પ્રાપ્ત થશે જ...
માટે નવરા , નકામા અને ધંધા વિશે કંઇપણ ના જાણતા હોય તેવા લોકોના મેસેજો પર ધ્યાન ના આપતા .
દેશ માટે જીએસ ટી એક લેન્ડમાર્ક સાબિત થશે ...
આગળ વધવુ હોય તો નવિનતા નો સ્વીકાર કરવો જ પડે .

#welcome GST

..

Comments

No similar found 👍🤔
 
25th NOVEMBER
 
131 days
1
LOADING MORE COMMENTS...
BACK TO TOP